(૧) નવો ધંધો કરવા માટે/ધંધાનો વિકાસ કરવા માટે વર્કીંગ કેપિટલ અથવા ટર્મ લોન જેવી કે મશીનરી/ઓફીસ/ફેક્ટરી ખરીદવા માટે વગેરે.
(૨) ધંધાના વિકાસ માટે,લોનનું દેવું ભરપાઈ કરવા માટે તેમજ લગ્ન પ્રસંગે ખર્ચની જરૂરિયાત માટે પણ લોન આપી શકાશે.
(૩) ધંધા દ્વારા આવક ઉત્પન્ન કરે તેવી લોન તેમજ કાયદા દ્વારા માન્ય રાખવામાં આવેલ હોઈ તેવી લોન આપી શકાશે,પરંતુ સટાકીય પ્રવૃત્તિ, ગુનાહિત પ્રકારની પ્રવૃત્તિ માટે લોન મંજુર કરવામાં આવશે નહિ.
(૪) પ્રોડક્ટીવ હેતુ માટે લોન લેવા માંગતા હોઈ તેવા કીસામાં ફ્યુચર પ્રોજેકશનને ધ્યાનમાં લેવામાં આવશે. પ્રોજેકશન રીપોર્ટ લોનની મુદત સુધીનો રજુ કરવાનો રહેશે.
(૫) ધંધાદારીઓને ધંધાના વિકાસ માટેની અપાતી લોન યોગ્ય કીસ્સામા અરજદારના કરંટ ખાતામાં જમા આપવી.ધિરાણ આપેલ રકમનો ધંધાના ના વિકાસ માટે જ ઉપયોગ થઇ તેવી ખરી કરવાની રહેશે.
(૬) જે હેતુ માટે લોનની માંગની કરેલ છે તે હેતુ સિવાય અન્ય કોઈ હેતુ માટે લોનની રકમનો ઉપયોગ નહિ કરે તે બાબતનું નોટરાઈઝડ એફિડેવિટ લેવું.
(૭) ઉદ્યોગપતિ ,મોટા વેપારી કે જેમના રેગ્યુલર ઓડીટેડ બેલેન્સશીટ હોઈ તેમજ ડોકટરો,વકીલો, એન્જીનીયરો વગેરે પ્રોફેશનલ અને સરકારી/અર્ધસરકારી/બોર્ડ/નિગમમાં કાયમી અધિકારી સભાસદોને પોતાની અંગત જરૂરિયાત માટે તારણમાં આપવામાં આવતી સ્થાવર મિલકતની વેલ્યુ અને આવા સભાસદ અને તેમના કુટુંબના સભ્યોની આવક વગેરેને ધ્યાનમાં રાખી સ્થાવર મિલકત સામે રીપેઈંગ કેપેસીટી મુજબ લોન મંજુર કરવામાં આવે છે.
(૧) લોન મેળવનાર વ્યક્તિ બેન્કનો સભાસદ હોવો જરૂરી છે.
(૨) લોન વ્યક્તિગત/સંયુક્ત ખાતેદાર /પ્રોપરાઈટરશીપ પેઢી/ભાગીદારી પેઢી વગેરેને મળી શકશે ,પરંતુ વ્યક્તિગત લોન સીવાય ના કિસ્સામાં કાયદાથી માન્ય એન્ટીટી હોવી જોઈએ અથવા કાયદા દ્વારા માન્ય રખાયેલ હોવું જોઈએ.
(૩) લોન મેળવનાર વ્યક્તિની ઉમર ૨૧ વર્ષ થી વધારે અને ૭૦ વર્ષ થી ઓછી હોવી જોઈએ.
ક્રમ | વ્યાજ | હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ પ્રતિ ૧,૦૦,૦૦૦/- ઉપર | |
1. | ૧૦૦૦૦૦ સુધી | ૧૧.૦૦ | ૬૦ | ૨૧૭૪ /- |
2. | ૧૦૦૦૦૧ થી ૨ લાખ | ૧૧.૦૦ | ૭૨ | ૧૯૦૩ /- |
3. | ૨૦૦૦૦૧ થી પ લાખ | ૧૧.૦૦ | ૮૪ | ૧૭૧૨ /- |
4. | ૫૦૦૦૦૧ થી ૧૦-લાખની અંદર | ૧૧.૦૦ | ૧૨૦ | ૧૩૭૮/- |
૧૦૦૦૦૦૧ થી વધારે ૫૦ લાખની અંદર | ૧૧.૦૦ | ૧૮૦ | ૧૧૩૭/- | |
5. | ૫૦૦૦૦૦૦ કે તે ઉપરની પરંતુ ૭૫ લાખથી નીચે | ૧૦.૫૦ | ૧૨૦ | ૧૩૪૯/- |
૧૮૦ | ૧૧૦૫ /- | |||
6. | ૭૫ લાખ કે તે ઉપરની પરંતુ ૧ કરોડથી નીચે | ૧૦.૦૦ | ૧૨૦ | ૧૩૨૨ /- |
૧૮૦ | ૧૦૭૫ /- | |||
7. | ૧-કરોડ કે તેથી વધારે | ૯.૫૦ | ૧૨૦ | ૧૨૯૪ /- |
૧૮૦ | ૧૦૪૪ /- |
All Working Days:
(10:00 AM – 5:00 PM)