૧) રહેણાંક માટે નવું મકાન/ફ્લેટ/ટેનામેન્ટ/ડુપ્લેક્ષ ખરીદવા
૨) મકાન/ફ્લેટ રીપેરીંગ/રીનોવેશન/અલ્ટરેશન માટે
૩) પ્લોટ અને તેના ઉપર મકાન ટેનામેન્ટ ડુપ્લેક્ષ રહેણાંકના હેતુ માટે બાંધકામ માટે
૪) ૩૦ વર્ષ સુધીની જુનું મકાન ખરીદી તેના ઉપર વધુ બાંધકામ માટે,ફેરફાર માટે.૩૦ વર્ષ થી વધુ જુનું મકાન હોઈ તો સ્ટ્રક્ચર એન્જીનીયરનો રીપોર્ટ મેળવી મકાનની મજબુતાઈને ધ્યાનમાં રાખી ધિરાણ થઇ શકશે.
૫) બીજી બેન્કમાંથી લીધેલ ઉપરોક્ત પ્રકારની લોન ,વ્યાજનો લાભ મેળવવા માટે લોન આપણી બેંકમાં ફેરવવા માટે આપી શકાશે પરંતુ આપણી બેંકમાં ફેરવવાની થતી લોન તથા બીજી બેંકમાંથી લીધેલ લોનની કુલ મુદતની મર્યાદા ૨૪૦ હપ્તાથી વધુ ન હોવી જોઈએ.
૬) ભાડુઆત સાથેનું જુનું મકાન રહેણાંકના હેતુ માટે ખરીદવામાં આવે તો લોનને પાત્ર ગણાશે નહિ.
૧) આવાસ લોન મેળવવા માટે બેન્કના સભાસદ જોવું જરૂરી છે.
૨) લોન એક વ્યક્તિ અથવા એક કરતા વધારે વ્યક્તિ જેવા કે પત્ની,પુત્ર ,માતાપિતા,નજીકના સંબંધીના નામે મકાન/ફ્લેટ લઇ શકાશે પરંતુ પ્રથમ નામ સભાસદ નું હોવું જરૂરી છે.
૩) નોકરીયાતના કિસ્સામાં લોનની વસુલાત વધુમાં વધુ ૨૦ વર્ષ અથવા તેની રીટાયરમેન્ટની તારીખ જ પ્રથમ હોઈ ત્યાં સુધી ની મુદત ને ધ્યાનમાં રાખીને લોનની માંગણી થઇ શકશે પરંતુ નિવૃત્તિનો સમય ૫ વર્ષ થી ઓછો બાકી હશે તો લોન મેળવવાપાત્ર ગણાશે નહિ .પરંતુ નિવૃત્તિ બાદ પેન્શન મળવાપાત્ર હશે તેવા કિસ્સામાં ૭૦ વર્ષની ઉમર સુધીમાં લોન ભરપાઈ કરવાની રહેશે.
૪) અન્ય કિસ્સામાં ૨૧ વર્ષથી વધારે ઉમરના અરજદાર અથવા ૭૦ વર્ષ સુધીની ઉમરની મર્યાદામાં લોન ભરપાઈ થઇ જઈ તે રીતે અરજદાર લોન મેળવવા પાત્ર ગણાશે.
૫) પ્રોપરાઈટરશીપ પેઢી ,ભાગીદારી પેઢી ,HUF,ટ્રસ્ટ કે કમ્પનીને રહેઠાણ માટેની લોન આપી શકાશે નહિ.
૬) જો કોઈ વ્યક્તિના એક અથવા એકથી વધુ મકાન હોઈ અને તે હજુ પણ મકાન લેવા માંગતો હશે તે લોન મળવાપાત્ર ગણાશે.
🔸 વ્યાજ દર : પુરૂષો માટે : ૮ ટકા
🔸 વ્યાજ દર : મહિલાઓ માટે : ૮.૩૦ ટકા
🔸 મહત્તમ લોન : ₹૩૧.૭૦ લાખ સુધી
🔸 બાંધકામ માટે જમીન,પ્લોટ,ખરીદવા, મકાન,ફ્લેટ,ટેનામેન્ટ ખરીદવા માટે લોન ઉપલબ્ધ.
🔸 નોમિનલ પ્રિમિયમમાં મોર્ટગેજ આપવામાં વ્યાવસાયિક મેડિકલ વીમો.
🔸 મહત્તમ ૨૦ વર્ષ સુધી પરત ચુકવવી.
🔸 કોઈપણ છુપા ખર્ચ નહિં – નોમિનલ પ્રોસેસિંગ ચાર્જ.
ક્રમ | લોન રકમ | પુરૂષો માટે | વ્યાજ હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ પ્રતિ ₹1,00,000/ ઉપર | મહિલાઓ માટે | વ્યાજ હપ્તાની સંખ્યા | હપ્તાની રકમ પ્રતિ ₹1,00,000/ ઉપર |
---|---|---|---|---|---|---|---|
1 | ₹1,40,00,000/- સુધી | 9.00% | 60 | ₹2,076/- | 8.50% | 60 | ₹2,052/- |
2 | ₹1,40,00,000/- સુધી | 9.00% | 72 | ₹1,803/- | 8.50% | 72 | ₹1,778/- |
3 | ₹1,40,00,000/- | 9.00% | 84 | ₹1,609/- | 8.50% | 84 | ₹1,584/- |
4 | ₹1,40,00,000/- | 9.00% | 96 | ₹1,465/- | 8.50% | 96 | ₹1,439/- |
5 | ₹1,40,00,000/- સુધી | 9.00% | 120 | ₹1,267/- | 8.50% | 120 | ₹1,240/- |
6 | ₹1,40,00,000/- સુધી | 9.00% | 180 | ₹1,014/- | 8.50% | 180 | ₹985/- |
7 | ₹1,40,00,000/- સુધી | 9.00% | 240 | ₹900/- | 8.50% | 240 | ₹868/- |
All Working Days:
(10:00 AM – 5:00 PM)