આ બેંકનાં ઈતિહાસમાં ડોકીયુ કરીએ તો જણાય કે આપણુ સદભાગ્ય છે કે સૌરાષ્ટ્ર રાજયની રચના વખતે નાના નાના ઉદ્યોગકારો, સુથારીકામ, લુહારીકામ, બાંધકામ, સિલાઈ કામ વિગેરેને નાણાકીય સહકાર મળે અને તે દ્વારા લોકો પગભર બને તે દૃષ્ટિએ સૌરાષ્ટ્ર રાજયે પાંચ વિભાગીય નાગરિક સહકારી બેંકો રચી જેમાંની એક શ્રી ભાવનગર વિભાગીય સહકારી બેંક લિ.હતી જે આજે શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિ. ના નામે કામ કરે છે એટલે કે ભાવનગર રાજયમાં જે સહકારી પ્રવૃતિ ચાલતી તે બાદમાં સૌરાષ્ટ્ર રાજય બન્યુ પછી બૃહદ્ મુંબઈ રાજય બન્યુ અને ત્યારબાદ આજનું ગુજરાત રાજય અલગ રીતે ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવ્યુ. આ બધા સમય દરમ્યાન બેંક એક ધારી આજ સુધી સહકારી ભાવનાને અનુરૂપ કાર્ય કરતી આવી છે.
શરૂઆતમાં આ બેંકનાં બોર્ડ ઓફ ડિરેકટર્સમાં પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.શ્રી ભોગીલાલ શાહે સતત ૧૮ વર્ષ સુધી આજીવન સેવાઓ આપેલ અને ત્યારબાદ સતત ૩૦ વર્ષ સુધી સ્વ.શ્રી જેઠાલાલ સાકરલાલ દેસાઈએ પ્રથમ મેનેજીંગ ડિરેકટર તરીકે બેંકનું સુકાન સંભાળેલ અને ભાવેણાની આમ જનતાને બેંકનો કરકસરભર્યો વહીવટ કરી, બેંકને આગવી સુઝ બુઝથી વિકાસ સાધી પુત્રવત પ્રેમ આપ્યો અને લોકોમાં આગવી પ્રતિષ્ઠા ઉભી કરી. “દેસાઈ સાહેબ” ના હુલામણા નામે તેઓ લોકોના હૃદયમાં સ્થાન પામ્યા હતા અને છેવટ સુધી તેમનું ધ્યેય બેંકનાં સર્વાગી વિકાસ, સુરક્ષા અને ભાવેણાની આમજનતાને વધુમાં વધુ નાણાકીય સહાય મળી રહે તે જ રહયુ હતુ.
All Working Days:
(10:00 AM – 5:00 PM)