::કુબેર ભંડાર યોજનાના નિયમો::
૧) બેન્કની આ યોજનાનું નામ કુબેર ભંડાર યોજના રહેશે.
૨) આ યોજના હેઠળ બેંક તેમના અધિકૃત પ્રતિનિધિ અથવા એજન્ટોની નિમણુંક કરશે .જેઓ ગ્રાહકોના ઘર આંગણે અથવા ધંધાના સ્થળે જઈ દૈનિક બચતની રકમ મેળવશે.
૩) કોઈપણ વ્યક્તિ પોતાના નામે અથવા બીજી કોઈ અન્ય વ્યક્તિ સાથે સંયુક્ત નામે અથવા પોતાના બાળકોના વાલી તરીકે ખાતું ખોલાવી શકશે.પરંતુ ધંધો કરતી પેઢીના નામે ખાતું ખોલાવવામાં આવશે તો તેમાં કોઈ વ્યાજ કે એજન્ટ કમીશન આપવામાં આવશે નહિ.
૪) આ યોજના હેઠળ ખાતું ખોલાવવા ઈચ્છતા ગ્રાહકે બેંકમાં સેવિંગ્સ ખાતું ધરાવવાનું રહેશે.
૫) ખાતું ખોલતા સમયે ખાતું ખોલાવવા માટેના ફોર્મ સાથે જરૂરી આધાર પુરાવાઓ રજુ કરવાના રહેશે.
૬) આ યોજના હેઠળ બેન્કના માન્ય એજન્ટ મારફત રૂ.૫/-,રૂ.૧૦/-અથવા તેના ગુણાંકમાં રોજેરોજ ગ્રાહક જમા કરાવી શકશે.
૭) આ ડીપોઝીટ સ્કીમ ૧૨ માસના સમય માટેની રહેશે અને ખાતામાં નિયમ પ્રમાણે દૈનિક પ્રોડક્ટ બાકી ઉપર બેન્કના નિયમ મુજબ વ્યાજ ખાતામાં જમા કરવામાં આવશે.
૮) બેન્કના અધિકૃત એજન્ટ ગ્રાહકના ઘર/ધંધાના સ્થળે થાપણની રકમ મેળવશે અને ગ્રાહકને તે અંગેની બેંક માન્ય ઇલેક્ટ્રોનિક ETIM-મશીન જનરેટેડ પાકી પહોંચ આપશે તેમજ ગ્રાહક સંદર્ભ પુસ્તિકા આપશે.જેમાં એજન્ટ પહોંચની રકમની નોંધ કરી સહી કરી ગ્રાહકને પરત આપશે.
આ ગ્રાહક સંદર્ભ પુસ્તિકામાં એજન્ટ દ્વારા નોંધવામાં આવેલ નાણાકીય વ્યવહારોની ચકાસણી ડીપોઝીટરે દર પંદર દિવસે બેન્કની કોઈપણ શાખાનો સંપર્ક સાધી અચૂક કરવાની રહેશે તથા આ પાકી પહોંચ અચૂક સાચવવાની રહેશે અને બેન્કના દફતરે જે બેલેન્સ જમા હશે તે આખરી ગણાશે.
૯) ડીપોઝીટનું ખાતું મુદત પહેલા બંધ કરી રકમ પરત આપવામાં આવશે નહિ અને નિયત મુદત પૂરી થયા પછી જ જમા રકમ પરત મળી શકશે પરંતુ ખાસ સંજોગોમાં ખાતું ખોલ્યા પછી ૬(છ)માસ બાદ બેન્કને યોગ્ય લાગશે તો ખાતું બંધ કરી આપવામાં આવશે,જો મુદત પહેલા ચુકવણું કરવામાં આવશે તો એજન્ટને બેંક તરફથી ચુકવવામાં આવેલ કમીશનની રકમ ડીપોઝીટર પાસેથી વસુલ કરવામાં આવશે અને સ્ટેશનરી ચાર્જ કાપી લેવામાં આવશે.પરંતુ મુદત પહેલા પેમેન્ટ ચુકવવા માટે બેન્કનો નિર્ણય આખરી ગણાશે.
૧૦) ખાતું બંધ કરતા સમયે ચૂકવવાપાત્ર રકમ રૂ.૨૦૦૦૦/-કે તેથી વધુ હશે તો તેવું ચુકવણું સેવિંગ્સ ખાતા મારફત અથવા એકાઉન્ટ પેઇ ચેક દ્વારા કરવામાં આવશે.
૧૧) બેન્કના અધિકૃત એજન્ટને આ કુબેર ભંડાર યોજના સ્કીમ માટે જ રકમ સ્વીકારવાની સત્તા છે.અન્ય કોઈ હેતુ માટે બેન્કના એજન્ટને આપવામાં આવેલ નાણા બદલ બેન્કની કોઈ જવાબદારી રહેશે નહિ.
૧૨) આ ખાતાની જમા રકમનું પાકતી મુદત પહેલાનું ચૂકવાનું વખતો વખતની રીઝર્વ બેન્કની સચના મુજબ કરવામાં આવશે.
૧૩) આ નિયમોમાં વખતોવખત ફેરફાર કરવાનો કે સુધારા વધારા કરવાનો તથા રદ કરવાનો બેન્કને અધિકાર રહેશે.જે ખાતેદારને બંધનકર્તા રહેશે.
::ખાતેદારને સુચના::
૧) બેંક માન્ય પ્રતિનિધિ/એજન્ટ ખાતેદારનું ખાતું ખોલાવી દૈનિક બચતની રકમ નિયમિત આવી લઇ જશે.
૨) દૈનિક બચતની રકમ આપના ખાતામાં જમા કરાવતી વખતે પાસેથી બેંક માન્ય ઇલેક્ટ્રોનિક ETIM-મશીન જનરેટેડ પાકી પહોંચ અચૂક્ મેળવી લેવી અને આપેલ રકમ સંદર્ભ પુસ્તિકા તથા દરેક પાકી પહોચ અચૂક સાચવીને રાખવી તથા એજન્ટ દ્વારા ખાતેદારને આપવામાં આવતી પહોંચની ખાતેદારને આપવામ આવતી પહોંચની ખાતેદારે ચકાસીને અચૂક ખાતરી કરી લેવી જરૂરી છે.
૩) બેંક માન્ય ઇલેક્ટ્રોનિક ETIM-મશીન જનરેટેડ પાકી પહોંચ લીધા સિવાય એજન્ટને કોઈપણ રકમ આપવી નહિ.
૪) એજન્ટના ખોટા વ્યવહાર માટે બેંક જવાબદાર રહેશે નહિ .આથી ખાતેદારે દર પંદર દિવસે એક વખત પોતાની ગ્રાહક સંદર્ભ પુસ્તિકા લઇ બેન્કની કોઈપણ શાખામાં રૂબરૂ આવી ખાતાની બેલેન્સની ખરી અચૂક કરાવી જવાની રહેશે.
૫) ખાતુ બંધ કરાવતા સમયે ખાતેદારે પોતે રૂબરૂ બેંકમાં આવવાનું રહેશે, તે સમયે એજન્ટની હાજરી જરૂર છે.
૬) ખાતું બંધ કરાવ્યા બાદ બેન્કના ચોપડે થયેલ આપના ખાતાના નાણાકીય વ્યવહારોની વિગતો બેંક માન્ય કોમ્પયુટરીઝડ સ્ટેટમેન્ટ માટે નિયત કરેલ સ્ટેશનરી ખર્ચ ચૂકવીને અવશ્ય મેળવવાનો આગ્રહ રાખવો અને તેની સાથે આ ગ્રાહક સંદર્ભ પુસ્તિકામાં એજન્ટ દ્વારા નોંધવામાં આવેલ વ્યવહારોને ચકાસીને તેની ખરાઈ કરી લેવા આગ્રહ ભર્યું સુચન છે.
૭) તમારા એજન્ટ રકમ લેવા માટે નિયમિત ન આવતા હોઈ અથવા અન્ય કોઈ ફરિયાદ/સુચન હોઈ તો બેંકમાં બ્રાંચ મેનેજરશ્રીનો રૂબરૂ સંપર્ક કરવો અન્યથા લેખિત જાણ કરવી.
૮) સોલાર લોન,હાઉસિંગ લોન,સિક્યોર્ડ /ટ્રેડર્સ લોન,કેશ ક્રેડીટ/ઓવરડ્રાફ્ટ,ગોલ્ડ લોન,શૈક્ષણિક લોન,નોકરિયાત લોન,ઓટો લોન,સરકાર માન્ય સિક્યુરીટી ઉપર લોન સુવિધા તથા લોકરની સુવિધાઓ ઉપલબ્ધ.
૯) અમારું ધિરાણ મેળવવાના ફાયદાઓ
All Working Days:
(10:00 AM – 5:00 PM)